રાત એટલે..
રાત એટલે..
1 min
184
રાત એટલે....
ક્ષિતિજને પાર, ટેકરીની પાછળ,
સૂરજનું સંધ્યાની બાંહોમાં ઢળવું..
સૂરજનું ચુમવું ને સંધ્યાનું ખીલવું..
બે પડછાયાનું ભળવું ને ઝંપવું..
આકાશે શીતળ ચંદ્રમાનું ઉગવું..
યાદ, વિરહ, પ્રતિક્ષાનું ટમટમવું..
આંગણમાં રાતરાણીનું મહેંકવું..
નીંદરમાં સપનાનું ઝળહળવું..
પારિજાતનું ખીલવું ને ખરવું..
Kuntal Shah
