રાશિ
રાશિ
1 min
310
#પ્રિય ડાયરી
વિશ્વાસ કોની માથે મુકુ રે,
રાશિને હકીકત બેઉ ભિન્ન રે,
દેવકીનો જાયો ત્રિલોકી નાથ કૃષ્ણનો,
મામો કંસ બેઉ રાશિ એ મિથુનનાં,
સીતા હરણ કરનારો કારમુખો રાવણને,
હરનારો મર્યાદા પુરુષોત્તમ રામ રાશિ એ તુલા,
વિશ્વાસ કોની માથે મુકુ રે
રાશિને હકીકત બેઉ ભિન્ન રે
આમજ પ્રેમએ અસ્પૃશ્યતાને,
ભરખી જશે એક દિવસે રે,
હાથની રેખાઓનો વિશ્વાસ છોડીને,
ભુજાઓ પર વિશ્વાસ રાખો રે,
વિશ્વાસ કોની માથે મુકુ રે,
રાશિને હકીકત બેઉ ભિન્ન રે.