રામને આજ મનાવો રે
રામને આજ મનાવો રે
1 min
261
કોઇ તો મારા રામને આજ મનાવો રે,
કોઇ તો મારા રામને આજ બોલાવો રે,
ભગત તારો આ ભીંડમાં ખોવાણો,
પાપ,પુ ણ્યના ચકકરમાં અટવાણો,
તોય પાછો કરતો આવે વહાલો વહાલો રે,
તોય હાથ જોડી કાલા વાલા કરે પાછો રે,
કોઇ તો મારા રામને આજ મનાવો રે,
સાંભળ અરજી રે તારા ભગતની આટલી,
સાંભળી લે આટલી મારી વિનતીં,
અમે તારા બાળ, માન અમને પોતાનો રે,
સમજીને અમને આપ સહારો રે,
કોઇ તો મારા રામને આજ મનાવો રે,
આપજે હદયમાં જગ્યાં તારા,
આપજે ઇશ્વર દર્શન ધારયાં તારા,
મારાં નાથ આજ હૂડીં તો સ્વીકારો રે,
આપજે મને આજ તારો લ્હાવો રે,
કોઇ તો મારા રામને આજ મનાવો રે.
