રામ નવમી
રામ નવમી
1 min
245
હવે તો કહેર કમ કરો રાજા રામ !
સૌ કોઈ નિજ ઘરમાં કેદ છે,
તમે જ કહો પીડાનો આ કયો વેદ છે ?
પ્રાણમાં નથી રહ્યો પ્રાણ વાયુ,
એકેય નથી બચ્યાં હવે જટાયુ,
ખબર છે તમને અમે નથી શતાયુ.
કોરોનાનો કરો તત્કાળ શિરચ્છેદ,
હવે તો કરો રાવણની મહામારીનો ધ્વંશ !
કેટલા ખમવાના છે હજુ ઝેરીલા દંશ !
પીડાની પ્રક્રિયા ઘોર ચાલી આખી માઝમરાત,
હવે તો સવાર પાડો રાજા રામ,
હવે તો કહેર કમ કરો રાજા રામ !
