STORYMIRROR

Minakshi Jagtap

Others

4  

Minakshi Jagtap

Others

રાખ જુસ્સો

રાખ જુસ્સો

1 min
333

શિખર ગાઠવું હોય સફળતાનું

તો દિલ જાનથી કરજે પ્રયાસ

ચિંતા છોડી દે જે નિષ્ફળતાની

મંજિલ દેખાશે તને આસપાસ


છે ધ્યેય તુજ આંખ સામે

મન પાકુંહ્રુદય રાખ ખંબિર

માર્ગ ભટકાવનારા મળશે ઘણા

બસ દિલ દિમાગ રાખ ગંભીર


અલક મલકની વાતો કરી

ફોસલાવી મીઠું મીઠું બોલતા

પીઠ પાછળ ઘા કરીને

તારી સફળતાથી જ ડરતા


માનવી છે સક્ષમતા તુજમાં

સૌ પ્રાણીઓથી શ્રેષ્ઠ તું

રાખ જુસ્સો મન બે ગણો

ઉત્સાહ ઓસરવા ન દે તું


સફળતાના પગથિયાં ચડી

તારી જીદ્દ બતાવ વિશ્વને

તુચ્છ ગણતા તુજને જે

એજ સ્નેહ સબંધી બને


જીદ્દ કર ભલે યાદ રાખ એટલું

અહંકાર નો કર ત્યાગ તું

ટોચ શિખરની સર કરવા

કોઈ માર્ગનો કંટક ન બન તું


Rate this content
Log in