STORYMIRROR

Nisha Shah

Others

3  

Nisha Shah

Others

રાજી રાજી

રાજી રાજી

1 min
175

તને મળીને રાજી રાજી યાર,

તને મળીને રાજી,

જોઈને થઈ વાત તાજી,

મનમાં થઈ વાત તાજી.


તારા દાદા વાનર વાંદરી

મારા દાદા પરદાદાના દાદા

બધા યે વાનર વાંદરી,

બધા યે વાનર વાંદરી.


દઈ દે તાળી, તાળી યાર,

દઈ દે તાળી તાળી,

તને તારા બચ્ચા વહાલા,

ગળે વળગાડી મારે કૂદકા.


મને પણ મારા બચ્ચા વહાલા,

લાડ લડાવી કર્યા મોટા,

તને ના ચિંતા હર્ષ કે શોક,

રહે તું નિજાનંદમાં મસ્ત.


મને સદા ચિંતાને લોભ,

કેમ કરાવું એમને મસ્તીને મોજ,

તને એણે દીલ આપ્યું,

મને પણ એણે દીલ આપ્યું,

તને ન કદી દિમાગ આપ્યું,

મને એણે દિમાગ પણ આપ્યું.


વાનર ને માનવમાં એક જ ફરક

એકને આપી પૂંછ, બીજાને મૂછ !

હસી લે યાર તું પણ હસી લે

આજે બન્યા યાર,તું પણ હસી લે !


Rate this content
Log in