પૂનમનો ચાંદ
પૂનમનો ચાંદ
1 min
359
આભલે ઉગ્યો, પૂનમનો ચાંદ,
કે ચાંદ થાળી જેવડો રે લોલ,
ચાંદલિયો દૂર દૂર વાસનારો,
કે શીતલ ચાંદની રેલતો રે લોલ,
ચાંદલિયો સાગરના નીર ઉછાળતો,
કે પૂનમની ભરતી ગમતી રે લોલ,
કાર્તિક પૂનમે મોટા મેળા ભરાતા,
કે માનવ મહેરામણ ઉભરાતો રે લોલ,
નાનાં છોરા છોરી ચકડોળમાં બેસતા,
કે મેળાની મજા માણતા રે લોલ,
આતો કુદરતની કલાનો નિખાર,
કે ચાંદલિયો ધરાને અજવાળતો રે લોલ.
