પુસ્તકાલય
પુસ્તકાલય


ફૂટવાનો બાકી હતો હજી મૂછનો દોરો
મુગ્ધાવસ્થા ઉંબરે ખાતી રહેતી પોરો,
નજર ઠરીને જવાનું થઈ ગયુ બંધાણ
જ્ઞાનપિપાસા બુઝાવવાનું હતું સંધાણ,
પુસ્તકાલય પ્રેમ હતો જીવનનો પહેલો
પ્રભાતે લઇ ખેંચતો મગ્ન થઈ વહેલો,
આવતા જતા સ્ટેશન થ્યું વાંચનાલય
કિતાબઘર સમજજો અમારું દેવાલય,
વાંચવા જાણવા વિચારવા ગ્રંથાલય
કરવા ત્યાં અજ્ઞાનનો કાયમી વિલય,
સાંજ સવાર પુસ્તકઘર હતું બીજું ઘર,
જ્ઞાનના ઉપકરણ સંગ્રહયા કિતાબઘર,
પુસ્તકઘરમાં સમાઈ કંઈ મીઠી સ્મૃતિ
મુશ્કેલ ઘણી જ્ઞાનભંડારની વિસ્મૃતિ,
ફૂટવાનો બાકી હતો હજી મૂછનો દોરો
વહી યુવાનીમાં પુસ્તક પ્રેમ હજુ કોરો.