પુસ્તક પરબ
પુસ્તક પરબ
1 min
220
બુક્સનો બગીચો ને પુસ્તકની પરબ
સાહિત્યના પાંખાળા પુષ્પો
શ્વાસે શ્વાસે જીવ ગૂંથાય
આમ જ ચાદર છે વણવાની
બાઝી વરાળે લાલાશ
ગાલેને ભીનાશ ગુલાબી અધરે
ભઠ્ઠામાં નાંખી ભડથું
બટકું થીનું ઘી અમથું
સજી ક્ષિતિજે સાંજ મ્હાલે
કંકુવર્ણી ચમકે ભાલે
ઉરમાં વેરું, બિંદીને ટાંકશું
પોલા હાથે ઘાવ જોશું
ઉગ્યો ગૂંથેલ ચંદરવો ને
રાત માણે ચાંદોલે ધર ખોબો,
વેરું તારલિયા તુજ
પાવન પગલે પગલે
