STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

પતંગ કાપો

પતંગ કાપો

1 min
268

સત્યનાં દોરે દુરાચારનો પતંગ કાપો,

ન્યાયનાં શસ્ત્રે અનાચારનો પતંગ કાપો.


માનવી માનવીમાં મથે ભય ફેલાવવા,

અપમાનરૂપી પાપાચારનો પતંગ કાપો.


સૌના હક માટેની જ્યાં ભૂલાય છે ભાવના,

ભૂરાયા થયેલ ભ્રષ્ટાચારનો પતંગ કાપો.


નરાધમ છડેચોક કરે નાગડદાઈ,

એવાના નાગા નૃત્યાચારનો પતંગ કાપો.


‘સાગર’ સામે ચાલીને બનતા મૂર્ખ સૌ,

એવો મનના મૂર્ખાચારનો પતંગ કાપો.


Rate this content
Log in