પથ્થર
પથ્થર

1 min

11.5K
પથ્થરથી મળ્યો પથ્થર ને
પથ્થર પથ્થરથી પાળ થઈ ગઈ !
એક થકી મનમેળ થયો
એક મનની બ્હાર થઈ ગઈ !
પથ્થર જ્યાં પૂજાય છે
ત્યાં ભક્તોની કતાર થઈ ગઈ,
પથ્થર માર્યો કોઈએ
ત્યાં રક્ત તણી ધાર થઈ ગઈ,
પથ્થર તર્યા રામના
પુલથી સેના પાર થઈ ગઈ,
પથ્થરથી મળ્યો પથ્થરને
પથ્થર પથ્થરથી પાળ થઈ ગઈ.