પ્રતિજ્ઞા
પ્રતિજ્ઞા
1 min
196
આજે એક લઉં પ્રતિજ્ઞા મારે ઉડવું છે
ઉડાન આ દુનિયાની ચટ્ટાન પર
ઉડીને જાણવું છે એક સોનેરી સ્વર્ગ જેવું
જીવન કેમ જીવવું દુનિયાની ચટ્ટાન પર
મીઠી વાતો સખીઓ સાથે કરવી છે
રોજ નવી વાતો, આ દુનિયાની ચટ્ટાન પર
સ્વપ્નાઓ જોતા હતા એ હવે ફરી
જોવા છે મારે, આ દુનિયાની ચટ્ટાન પર
બસ હવે નવી પાંખો ફેલાવી મારે
હવે ખુશ રહેવું છે, આ દુનિયાની ચટ્ટાન પર
હવે બધા માટે જીવી લીધું, હવે નવી
શરૂઆત કરવી,આ દુનિયાની ચટ્ટાન પર
મારી એક જ પ્રતિજ્ઞા કે હવે મારા
સ્વાભિમાન સાથે જીવવું, આ દુનિયાની ચટ્ટાન પર
