પ્રતીક્ષા
પ્રતીક્ષા
1 min
231
સમયના કાંટા ભોંકાય સૂળ બની,
બેઠી પ્રતીક્ષામાં વિહવળ બની.
ક્ષિતિજ સમાન લાગતું આંખોને,
જાણે મૃગજળ કેરા સમણાં,
બેઠી પ્રતીક્ષામાં વિહવળ બની.
વાદળો બન્યા કાળા મેશ,
જાણે વરસસે સાબેલા ધાર,
બેઠી પ્રતીક્ષામાં વિહવળ બની.
બધી મોસમ ગઈ હવે,
જાણે શ્વાસ રુંધાય ,
બેઠી પ્રતીક્ષામાં વિહવળ બની.
હોઠ બડબડાટ કરતા,
મૌન બન્યા,
બેઠી પ્રતીક્ષામાં વિહવળ બની.
શામળા શીદ કરો વાર,
જાવું વૈકુંઠ વાટ,
બેઠી પ્રતીક્ષામાં વિહવળ બની.