STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રતિબિંબ

પ્રતિબિંબ

1 min
180

જુઓ અસ્તિત્વનું અનેરું પ્રતિબિંબ ઝીલાય જળમાં,
પછી હકીકત અમથી અમથી અટવાય વમળમાં !

તળિયે કાદવમાં કોણ જાણે શેનો શેનો થાય સંગ્રહ,
ને પછી સૃષ્ટિનું સૌંદર્ય ખીલીને મલકાય કમળમાં !

ચૂંટી પુષ્પો કોઈ નમણી નાર ચાલી મંદિર તરફ,
પ્રભુ ચરણે એ સૌંદર્ય ઢગલો થઈ જાય શરણમાં !

અતિતના પ્રતિબિંબ ઝળકયા વર્તમાનના વારિમાં,
થિજેલા જખ્મોની જુવાની અકળાવી જાય ઘડપણમાં !

જિંદગી આખી વીતી ખુદની જ પરછાઈ પકડવામાં,
આમ જ સમય હાથતાળી આપી ખેંચી જાય મરણમાં !

હવે આંખોની ગલીઓમાં થાક્યા છે 'પરમ' સપનાઓ,
ને મને બનાવી 'પાગલ' દર્દ ઓગળી જાય ઝરણમાં !


Rate this content
Log in