પૃથ્વી
પૃથ્વી
1 min
12K
ગોળ પૃથ્વીમાં ધ્વજાઓ કેટલી દેખાય છે,
ધ્યેય એકજ ને અનોખા રંગમાં વહેચાય છે.
રીતને રિવાજમાં ઢળતી રહી આ જિંદગી,
જાતના નકશા બધા પૃથ્વી મહી ચર્ચાય છે.
કોઈ ડાબું ને વળી જમણું અહી જોવા મળે ને,
કેસરી પીળા અને લીલા રંગે લહેરાય છે.
સ્હેજ આડી થઈ પડી પૃથ્વી અહી લાગી રહ્યું ને,
જો નજીકમાં કૈક ઓછાયા સમુ વર્તાય છે.
આ ધરા અંદર ધરા જાણે હવે કેવી હશે ?
સામટા ચિત્રો મહી સમજણ અહી સમજાય છે.