પૃથ્વી કાંઈ કહે છે
પૃથ્વી કાંઈ કહે છે


થાકી હારીને પોકારે છે તને આ ધરા,
કરી ઘાયલ એને, હવે તો થોભ જરા,
હા, મારામાં પણ થોડાં પ્રાણ વસે છે,
જીવસૃષ્ટિ સમગ્ર મારામાં શ્વસે છે,
કર્યા ઉપકાર મેં તો તારા ઉપર પણ ઘણાં,
ભૂલી ગયો તું, બની બેઠો કૃતઘ્ની ઓ મા'ણાં,
મારા વગર અન્ન ને જળ કોણ આપશે,
ભૂખે ટળવળશે બાળ, છાનાં કોણ રાખશે,
સંબંધો બનાવી દીધાં તે સઘળાં નકામાં,
હવે શાને કાજે આ બધાં ધમપછાડા,
ચેતી જા, હજી સમય છે,ઓ માનવ,
સમજાવે તને ધરતીમાતા, ના બન તું દાનવ.