પ્રથાને તેં બનાવી છે
પ્રથાને તેં બનાવી છે
1 min
120
ખુદા શું કામ આવી આ પ્રથાને તેં બનાવી છે,
દફન કરવાને આ બે ગજ જગાને તેં બનાવી છે,
બધા તુજથી ડરે એ કારણે લાગે મને એવું,
સદીઓથી જૂની આવી શ્રદ્ધાને તેં બનાવી છે,
દુઆથી કામ ચાલે એમ જો હતું તો પછી શાને ?
ન કામ લાગે એવી બદદુઆને તેં બનાવી છે,
દર્દ ના દેત તો બગડી જતે શું ઓ ખુદા તારું,
પછી પાછી દર્દ માટે દવાને તેં બનાવી છે,
ખુદા એ આ જવાબ આપ્યો મને "સંગત" અતીસુંદર
ફક્ત દુનિયા બનાવી મેં જફાને તેં બનાવી છે.
