પરંતું
પરંતું
1 min
11.9K
હું પ્રેરણા બની માર્ગ બતાવીશ,
પરંતુ અન્યાય નો નાશ કરીશ....
હું ત્યાગ માટે હંમેશા આગળ રહીશ,
પરંતુ શોષણ સામે શસ્ત્ર ધારણ કરીશ....
સાંત્વના આપવા શીતળતા વરસાવીશ,
પરંતુ સન્માનના પ્રહાર પર અગ્નિ બની ને પ્રગટ થઈશ....
હું ધૈર્ય ધારણ કરી સૌનું સન્માન જાળવીશ,
પરંતુ ઘરેલુ હિંસા સામે ચંડિકા પણ બનીશ...