STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રણય

પ્રણય

1 min
214

લાખ કરું પ્રયત્ન પણ પ્રણય છૂપાવી શકતો નથી,
જળ લાગણીનું ભીતરની ભોંમાં દબાવી શકતો નથી !

એક ખીલાવટ અમથી અમથી અંતરમાં અંગડાઈ લે,
સ્વની ભીતર પુષ્પ પ્રણયનું કરમાવી શકતો નથી !

એક લત, એક નશો ને એક મદહોશી રહે સતત,
જામ પ્રણયનો હું જાહેરમાં છલકાવી શકતો નથી !

દર્દ પ્રણયનું એને જ આપ્યું જે દાવો હકીમનો કરે છે,
ને નિદાન પછી હવે ઉપચાર હું કરાવી શકતો નથી !

પ્રણયનાં દરિયામાં કદી ન મળ્યો કિનારો ડૂબ્યા પછી,
પ્રેમમાં ગળાડૂબ રહીનેય તરસ છીપાવી શકતો નથી !

એને નીરખીને વરસાદમાં આગ લાગે અંગ અંગમાં,
પ્રણયમાં ભીંજાઈને પણ આગ બુઝાવી શકતો નથી !

એ પતંગ પ્રણયનાં અંબરની ને હું બંધાયો દોર બની,
હવે કપાઈને પણ આ જાત બીજે સાંધી શકતો નથી !

અનંત યુગો યુગોથી હું છું પરમ નિરાકારના પ્રણયમાં,
હવે અંતરનાં આભમાં અન્ય આકાર સમાવી શકતો નથી !

અંતે વિચાર છૂટ્યા,શબ્દ છૂટ્યા 'પરમ' પ્રણયમાં,
હવે આ ખાલીપા સિવાય બીજે 'પાગલ' થઈ શકતો નથી !


Rate this content
Log in