પરમતત્વ
પરમતત્વ
1 min
419
નથી કોઈ એવું હૃદય કે જેમાં તે બેઠો ન હોય,
પૃથ્વીનો કોઈ એવો કણ નથી કે જેમાં એ વસ્યો ન હોય,
એટલે કહું છું સમજવાનો પ્રયત્ન કરો...
ઘણું આપ્યું છે માંગ્યા વગર એણે,
નથી માંગ્યું એનું વળતર કોઈ દિ' એણે,
એટલે કહું છું સમજવાનો પ્રયત્ન કરો...
સમજી શકો તો ખુલ્લી ચોપડી છે તે,
અને જો ભૂલા પડ્યા તો સૌથી અજીબ તાળું !
એટલે કહું છું સમજવાનો પ્રયત્ન કરો...
પ્રયત્ન કરો એને સમજવાનો પ્રયત્ન કરો,
આ પરમતત્વને સમજવાનો પ્રયત્ન કરો.
