STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પરમાત્માનો પાગલ પ્રબંધ

પરમાત્માનો પાગલ પ્રબંધ

1 min
226

હર પળ હવે ઊભરાયા નવી ઉમ્મીદના તરંગ છે,
ઉમટ્યો તેથી નિજ અગોચર અંતરમાં ઉમંગ છે !

ચહેરા ઉપર મંદ મંદ સ્મિત ફરકે અમથું અમથું
કોણ જાણે કોણ પ્રેમી આ જન્મોના વિરહમાં સંગ છે !

નવી ઉડાન, નવા અરમાનોને નવલું અસીમ આભ,
ને પ્રેમની પાંખોના કર્ણપ્રિય ફફડાટમાં આનંદ છે !

બોલાવે કોણ મને ક્ષિતિજ પાર જાણીતું કોઈ અજાણ્યું,
કે હવે સતત ભવ્ય ભાવ ભીતર ભક્તિના સળંગ છે !

રેખાઓ ચિંતાની ચહેરા પરથી ભૂંસાઈ ગઈ સઘળી,
ને અહર્નિશ અનેરા આનંદનું અંતરમાં ચિંતન છે !

છૂટ્યા છે સઘળા મોહ મમતા ને જગતના બંધન,
થયા અનન્ય ને અનેરા સુખ દુઃખની પારના સંબંધ છે !

તૃણ પર્ણો પર આ સમાધિસ્થ 'પરમ' ઝાકળ બિંદુઓ,
કેવા કેવા પ્રકૃતિમાં પરમાત્માના 'પાગલ' પ્રબંધ છે ?!


Rate this content
Log in