પરમ વિયોગ
પરમ વિયોગ
1 min
262
આ મુજ મહી મને ધબકતું રોજ કોણ મળે છે,
પરાયું બનીને આમ રોજ પોતીકું કોણ ઓગળે છે !
એક બેબુઝ ઉખાણું બની મારી જ પ્રત્યક્ષ મને,
વિસ્મયની જેમ શું કામ રોજ રોજ છળે છે !
એક સમ્રાટનું એકચક્રી શાસન મુજ મહીં,
ને યાચક બની આમ રોજ કોણ ગળગળે છે !
દરિયામાં ઉછળું હું એક બુંદની પ્યાસ બની,
મનની ક્ષિતિજે મૃગજળ બની કોણ પલળે છે !
આંસુ બની છલકાય ખુશી અમથી આંખેથી,
ને હોઠેથી હુલ્લડ હાસ્યનું થઈ આ કોણ ખખડે છે !
એક 'પરમ' વિયોગ મને તારો કંઈ જનમોથી,
તેથી જ હૈયું 'પાગલ' થઈ તારી પાછળ રડે છે !
