Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પરમ સ્વપ્ન

પરમ સ્વપ્ન

1 min
360


આ તમન્નાઓ ઓગળે એક માત્ર તારા સ્મરણથી,
મારૂં ક્યાં કોઈ જ વજૂદ છે તારા વિસ્મરણથી !

તારી યાદોનાં કણ કણથી જોડાયું અસ્તિત્વ મારૂ,
વાકેફ છું હું પણ તારા અનંત ઉભરતા રણથી !

આંજીને બેઠો છું હું આંખોમાં તારા નામના ઉજાગરા,
હવે છલકી રહ્યો પ્રેમ સાગર આ જીવના જાગરણથી !

મારો કિનારો બની હવે રોકો તમે મને નહીંતર,
રેલાઈશ તારી હસ્તી ઉપર એક ભીના આવરણથી !

વિખરાવા દે મારી હસ્તીના એક એક કણ ને રજકણ બની,
અનુંગ્રહીત થવા દે તું એકવાર તારા શરણથી !

એક 'પરમ' સ્વપ્ન બન્યું હકીકત તારા ઈશારે,
પ્રગટ્યું કેવું આ 'પાગલ' પન તારા અવતરણથી !


Rate this content
Log in