પરમ શાશ્વત
પરમ શાશ્વત
તું લગીરે રંજ ના કર કે તું ફરીયાદ પણ ના કર..આ તો દુનિયા છે,
મળે ગમ કે મળે ખુશી - તું તો બસ કિનારે ઊભો ઊભો જોયા જ કર !
અહી શુષ્ક પર્ણોને સદીઓથી સહજભાવે ઊડાવી રહી છે આ હવા
નવપલ્લવિત કુંપળોને તું અસ્તિત્વની આંખ બનીને જોયા જ કર !
આ પાનખર ને આ વસંત - છે સંયુક્ત એકજ સિક્કાના બે પહેલું
પાનખરમાં યોગી ને વસંતનો તું ભોગી બનીને બસ જોયા જ કર !
વાદળ વિયોગના જ વરસાવે આશ મધુર મિલનના આગમનની
વિના વિરોધે વિકલ્પ સમજી બેયને વિધિ-વિધાન સમજી વધાવ્યા જ કર !
વાદ - વિવાદના વારિ ને તર્કની હદથી ના કર બંધીયાર ખુદ મહી
શબ્દોના ગર્ભમાંથી સમજણને વહેતા ઝરણાની જેમ ગતિમાન કર !
આ 'પરમ' શાશ્વત તો સદાકાળથી સ્થિર જ હતું - છે અને રહેશે
સમજાઈ જાય જો સત્ય તો થઈને 'પાગલ' જાતને એમાંજ ખોયા જ કર !
