પ્રકૃતિનું રક્ષણ
પ્રકૃતિનું રક્ષણ
1 min
233
છે સૃષ્ટિનું સૌન્દર્ય એ પર્યાવરણની મહેર છે,
શ્વાસો ચાલે છે તમારાં એ વૃક્ષોની મહેર છે,
પંખીઓના કલરવ છે તો જીવવાની લહેર છે,
ઘોંઘાટના પ્રદૂષણથી કારખાનાઓ ઝેર છે,
ગામ હર્યાભર્યા ને સામે સાવ સૂના શહેર છે,
સ્વચ્છતા અભિયાન સાથે માણસોને વેર છે,
ધરતીમાતા શોભા સૌની ખેડૂતની એ લહેર છે,
વાવી વૃક્ષો શોભા વધારો એ પ્રકૃતિની દેન છે,
આંગણું કરશો હરિયાળું તો ધરતીમાનો પ્રેમ છે,
કર્મો સારા ભોગવશે પેઢી એ જ તો જીવનની રહેમ છે !
