પરિવર્તન
પરિવર્તન
1 min
419
અહીં તહીં ભટકતો આદિમાનવ,
આજ અવકાશ યાત્રી બની ગયો.
મશાલ લઈ ફરતો આદિમાનવ,
વિજળી લઈ ચમકતો થઈ ગયો.
અવનવી શોધો કરતો વૈજ્ઞાનિક,
આજ કમાલ કરતો થઈ ગયો.
પ્રાચીન યુગનો આદિમાનવ હવે,
આજનો યંત્રમાનવ બની ગયો.
પ્રાચીન યુગ પરિવર્તન પામીને,
આજનો યંત્રયુગ બની ગયો.
