પરિવાર
પરિવાર
1 min
592
વગર પરિવારની જિંદગી,
હોય તાર તાર છે,
હોય પરિવાર જો સાથ,
તો જિંદગી સિતાર છે,
પરિવાર વગરની જિંદગી બની રહે,
નીરસ અને કંટાળાજનક,
હોય જો પરિવાર સાથે તો,
જિંદગી પણ એક તહેવાર છે,
અલગ અલગ રહી ને કદાચ,
બની શકો થોડા સમૃદ્ધ,
પણ પરિવારમાંજ,
ખુલે સુખના દ્વાર છે,
સંકુચિત માનસીકતાથી,
પરિવાર થઇ રહ્યા છે વેરવિખેર
સંયુકત પરિવારના સંસ્કારમાંજ,
આપણા સહુનો સાર છે,
બધાય છે આપણા પરિવાર જેવા,
બધાય માં પરવરદિગાર છે,
‘વસુદેવ કુટુંબક્મ’ની આપણી ભાવના,
શાંતિની સૂત્રધાર છે.
