પરિવાર
પરિવાર
1 min
11.9K
છે છત્રછાયા શિર પર પિતા
સીંચે છે સંસ્કાર માતા
ભલે આવે આંધી તોફાન
અડગ હિમાલય થઈ પિતા લે સંભાળ
માતા તરુવરની છાયા સમ
અર્પે શીતલ છાંયડી હરદમ
પ્રેમ હૂંફ સુરક્ષા માવતરની
શીખવે રીત જીવતરની.