પ્રીત પિયુ ને પાનેતર
પ્રીત પિયુ ને પાનેતર
1 min
96
ફળફળતાં પાણીએ રે શેકાયું હતું દરદ
આવેલ રૂડા અવસર માણી લીધી વરદ,
આહુતિ આપતા મંત્રોચ્ચારથી અમે
પણ હોમી દીધી જાત એમાં પ્યારથી,
ભૂજાઓમાં જકડાયું આકાશ નશીલું ને
શ્વાસે ભર્યા રંગ અક્ષરો રહી ગયા દંગ,
હળવું ગાન કિરણનું હળવું કામણ કા'નનું
હતી તિતલી ખુશખુશાલ હતી પિયુ સંગ.
