પરિ
પરિ

1 min

314
પરીઓના દેશના સપનાઓ આવે,
દુઃખી આ જીવનમાં ખુશીઓ લાવે,
લીમડાના ઝાડ તળે દાદી વાર્તા કરતાં,
મિત્રો સંગાથે અમે લડતાં ઝગડતાં,
એ બાળપણ મને પાછું બોલાવે,
પરીઓના દેશના સપનાઓ આવે,
પાચીકા લંગડી રમવાના ઓરતાં,
હવે તો દિવસો તો દુઃખોમાં ઝૂરતા,
પેલી પરીઓજ આવી જીવન ચલાવે,
પરીઓના દેશના સપનાઓ આવે.