પ્રહલાદ ની વેદના
પ્રહલાદ ની વેદના

1 min

256
આજે આવી રે રંગબેરંગી હોળી,
કરી નાખી એને આપણે મોળી,
હોળીમાં શું હોમવાનું તું ને,
શું હોમ્યું તે આપણે,
થોડા ઉપલા છાણાના
ને થોડા તે લાકડાં,
મૂળ હતું તે વિસરી ગ્યું ને,
પ્રહલાદ ના તો શત્રુ થયાં,
હતો હોમવાનો અહંકાર ને,
હિરણ્યકશિપુના દુર્ગુણો,
એકના તાલમાં તાલ મિલાવી,
પ્રહલાદના શત્રુઓ થયાં,
વાત ગઈ વિસરાઈ ને શુ રળ્યો તું,
થોડી હતી લાગણી ને થોડો તો દંભ,
બાંધ્યા કિલ્લા રેતના હતા,
ને થઈ ગયા તે 'નીલ'
આજે આવી રે રંગબેરંગી હોળી,
કરી નાખી એને આપણે મોળી,