પ્રેમનું સમર્પણ
પ્રેમનું સમર્પણ

1 min

178
સાંભળ, કહેવું છે ઘણું તને
તું સાંભળીશ ખરો ?
તારા ખભે માથું મૂકી રડવું છે,
તું ચૂપ રાખીશ ખરો ?
હું ક્યાંક તૂટી જાવ તો,
તું સાંધિશ ખરો ?
દરેક પ્રેમની ક્ષણને જીવવી છે,
તું સાથે જીવીશ ખરો ?
ક્યારેક તારા સાથે ઝઘડું,
તું મને મનાવીશ ખરો ?
પ્રત્યેક ક્ષણ તને અર્પણ કરું,
તું સ્વીકારીશ ખરો ?
તારા પ્રેમને સમર્પિત હું
તું સમર્પણ ને સમજીશ ખરો?