પ્રેમનું સામ્રાજ્ય સ્થાપી જો
પ્રેમનું સામ્રાજ્ય સ્થાપી જો
1 min
30
નફરતના કાંટાને કાપીને જો,
પ્રેમના અક્ષર હૈયે છાપીને જો,
ધાર્યા કરતા બમણું મળશે,
કોઈને કંઈક આપીને તું જો,
સોનું બની નિખરી જઈશ તું,
તકલીફની આગમાં તપીને જો,
હારેલી બાજી તું જીતી જઈશ,
તારી જાતને માપીને તું જો,
સુખનું સાનિધ્ય મળી જશે તને,
કોઈના દુઃખડાને કાપીને તું જો,
ધરા પર જન્નત મળી જશે તને,
હૈયે પ્રેમના બીજ વાવીને તું જો,
બની જઈશ બેતાજ બાદશાહ,
હૈયે પ્રેમનું સામ્રાજ્ય સ્થાપીને જો.