પ્રેમના અઢી અક્ષર
પ્રેમના અઢી અક્ષર
1 min
114
પ્રેમના અઢી અક્ષર પણ દેખાતો નથી,
એને છે મારા પ્રત્યે અપાર પણ દેખાતો નથી,
વ્યવહાર તો જાણે એવો કે છે કોઈ પરદદારી
ને સંબંધોમાં છે ક્ષાર પણ દેખાતો નથી,
ઇનાયત હો તને ખુદની એ ખ્વાબીદા કારણ,
તારા બેસબબ આરોપોમાં સાર પણ દેખાતો નથી.
"નીરવ" એ જીંદગીને સમજે છે રકસ-એ-મય
પણ એનો મૈખાના તરફ જવાનો અણસાર પણ દેખાતો નથી.
