પ્રેમ
પ્રેમ

1 min

11.5K
પ્રેમ ઝાકળનો....
ક્યારેય ના માપશો.
એ તો વરસતો જ રહેશે....
નિઃસ્વાર્થ બની....
ના કોઈ આશ,
ના કોઈ ઈચ્છા,
બસ મળવા...
પુષ્પને,
દોડે છે પ્રભાતે.
તો બોલો હવે !
ઈશ પણ નમી જય છે.
પ્રેમ ઝાકળનો જોઈ....
અને રોજ ખોલે છે,
કોમળ પાંદડી પુષ્પની,
ને ઝાકળ હરખાતી હરખાતી....
પુષ્પને મળે છે.
ને....
કાલ મળીશું ફરી,
આપી વચન પુષ્પને,
સૂર્યના કિરણો સાથે,
પાછી ફરે છે........
ને.....
જોઈ પ્રેમ તેનો,
પતંગિયું પણ
વળગી પડ્યું,
ફૂલોને.