STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પ્રેમ પ્રસંગ

પ્રેમ પ્રસંગ

1 min
169

મહેકતા અંતરનો અમથો ઉમંગ બનીને આવો,

જીવનના બાગનો પ્રેમ પ્રસંગ બનીને આવો !


બેરંગ હવાઓમાં એક ગમગીની હોય ત્યારે,

દિલ એ ચમનમાં ફૂલોનો રંગ બનીને આવો !


ઉપવનનાં દરિયા જેવી જિંદગી મધ્યે અચાનક,

ઉછળતી ખુશ્બૂનો તમે તરંગ બનીને આવો !


હું પવનની લહેરખીઓ બનીને ભટક્યા કરૂં,

કદી વીંટળાઈ વળું એવું અંગ બનીને આવો !


એક 'પરમ' આશ અંતરે પંપાળું ભીતર હું,

કદી ન છૂટે એવો 'પાગલ' સંગ બનીને આવો !


Rate this content
Log in