પ્રેમ-ભક્તિનો રંગ
પ્રેમ-ભક્તિનો રંગ


.. રંગને સો સો વધામણાં,
પ્રિયતમ પર એ સોહામણા,
નયનમાં એની કાજળ અંજાણાં,
લેવાયાં નજરથી નજરનાં ઓવારણાં.
.. એક શ્યામ શ્યામવર્ણા,
એક રાધાગોરી શ્વેતવર્ણાં,
ગગનમાં ગુંજે રાધાનાં રિસામણાં,
બ્રહ્માંડમાં ગવાયે કાન્હાજીનાં મનામણાં.
.. રંગ તો આ જીવનમાં અનેકવર્ણા,
ક્યાંક રાતા તો ક્યાંક હરિતપર્ણા,
હવે ચપટી ગુલાલના રુઆબ સમજાણા,
અને મબલખ વ્હાલ લઈને મુઠ્ઠીમાં સમાણા,
.. ક્યાંક નરસિંહ, ક્યાંક કબીર ગવાણા,
અલખને ઓટલે પ્રેમ-ભક્તિ રંગ પાથરવા સર્જાણા.
મીરાની જેમ થાઓ અળખામણા,
તો માધવ મળ્યા, વળી મળ્યાં અલખનાં હેવાતણાં.