પ્રેમ ભાવ
પ્રેમ ભાવ

1 min

11.9K
જીવન ઉપવનમાં પ્રેમભાવને ચૂંટી લ્યો
નાનું નાનું ભલે ઉગમણું પગલું ભરી લ્યો
મીઠા સરળ શિશુબોલ બે બોલી લ્યો
છૂપું છૂપું ભલે મલકતા સહુને નિરખી લ્યો
વિશ્વાસની નાવ નદીએ તરતી મેલી લ્યો
આછું આછું ભલે મોંઘેરું ભાથું બાંધી લ્યો.