પ્રભુને અરજી
પ્રભુને અરજી
નથી મીરાં કે નથી રાધા તારી,
છતાં કરું છું એક અરજી મારી.
નથી કરી નરસિંહ જેવી ભક્તિ કદી,
ધારી સદાય પ્રહલાદ જેવી આશ તારી.
સમાજ કેરું ઝેર તું જીવી જાણું હું,
નહિ કહું એનું અમૃત કર તું.
રાધાજી ભીંજાયા હશે તારા પ્રેમ મહી,
એથીય વધુ ભીંજાઈ છું હું પીપીઈ કીટ મહી.
સાંભળ્યું છે તે વચન તોડી પૈડું લીધું હાથ,
મહાભારત કરતા ઓછી નથી મહામારી આજ.
હૉસ્પિટલ ભાસે છે મને કુરુક્ષેત્ર અહી,
ઘણા
ય છે અર્જુન રૂપી સ્વાસ્થ્ય કર્મી અહી.
અહંકારી મોઢા બંધાઈ ગયા છે માસ્કથી,
માણસ બન્યો છે બિચારો હવે કોરોનાથી.
તવંગર ગરીબ બની ગયા બધાય સરખા,
દર્દી બની આવે છે અહી બધાય એકલા.
એને પણ મળ્યો છે કદાચ તારો સહકાર,
એટલે જ પ્રસરી રહ્યો છે મન ફુલાવી આજ.
કરી દે માફ હવે તારા બાળક જાણી આજ,
તું જ કરી શકે છે,કોરાનાથી અમારો બચાવ.
છતાં કરું છું એક અરજી મારી,
બસ પ્રભુ ,મારી આટલી અરજી તું સ્વીકાર.