પ્રભુ !
પ્રભુ !
1 min
168
શ્રી સવા ને કંકુ - ચોખા અક્ષર ગૂંથાવે ચંદરવો તું પ્રભુ !
અત્તરના પૂમડાં જેવી કૄતિઓ રચાવી ટાંકે કાગળે તું પ્રભુ,
જેને ગમ્યું જીવન એને જ રચાવે નવલખ્ખી રચના પ્રભુ
સંધ્યાના રંગથી વૃક્ષોથી થડ છે ચિત્ર્યા કવિ સંગ તું પ્રભુ,
કાગળની એકલતા સોંપી દેતો સુગંધિત અક્ષરોને તું પ્રભુ
હૂંફથી આગળ વધી દાઝ્યા રે ઝળહળતા શબ્દ કૈં પ્રભુ,
અક્ષરોનું થયું વાસ્તુપૂજન ને ઉજાળી મહેફિલ રંગ તું પ્રભુ
સારું થયું રડાયું નહીંતર ક્યાંથી ટપકત અક્ષરે તું પ્રભુ !
