પ્રભુ અવર્ણનીય
પ્રભુ અવર્ણનીય
1 min
290
પ્રભુ સિવાય આ જગમાં અવર્ણનીય પણ શું છે ?
આવી કરામતને કરનારો ત્રણે લોકે પ્રભુ તું છે,
અમારી છે મતી ટૂંકી, અમારી પણ છે મર્યાદા,
સર્જનહાર સર્જ્યું તેં, એનું નિમિત્ત પણ તું છે,
અફાટ દરિયોને વળી આ ગિરિમાળાઓ,
ચમકતા રહેતા તારલાઓ અને એમાં પાછો તું છે,
કેવા રંગોથી રંગ્યા તે બધા ફૂલો વિવિધ રંગે,
વિહંગોની પાંખો રંગીન, છતાં તારે પીંછી ક્યાં છે,
દરેકના ચહેરા જુદા, દરેકના વાન પણ જુદા,
વ્હાલા તારું આ સર્જનને છતાં તારું મત્તુ ક્યાં છે.
