STORYMIRROR

'Sagar' Ramolia

Others

3  

'Sagar' Ramolia

Others

પ્રભુ આવો

પ્રભુ આવો

1 min
11.8K


કેટલી તો વાર છે પ્રભુજી હવે અવતારમાં,

થાય છે પેદા અસૂરો આજ તો પલવારમાં.


હર યુગે તેં આવવાની ખાતરી આપી હતી,

વાર લાગે તો વધે છે આ ઝડપ ધબકારમાં.


કો' ન એંધાણી છે તારા આવવાની આ જગે?

ને છે તારી હાજરી, તો જાણ કર અણસારમાં.


ને નથી એવુંય કે તારે અસૂરો મારવા,

સામનો કરશું અમે, તું વિધિ કહે ઉપચારમાં.


શું કહે 'સાગર' તને? તું તો બધે ભગવાન છો,

વાસ તારો કયાં હશે, માનવતણી વણઝારમાં.


Rate this content
Log in