પ્રાર્થના
પ્રાર્થના
1 min
1.2K
અબજ આંખોમાંથી અશ્રુ અવનિ પર સરતા હતાં,
બેબાકળા બાળકો બા માટેે બેહદ રડતાં હતાં,
લાખો લાજ રાખ તું,લાજ એ ઈંતજારમાં હતી,
અવની પર આવીશ,આશા એવી અમર હતી,
દર યુગે યોગેશ્વર તે ઉદ્ધાર માનવીનો કર્યો,
ફરી પાછો આજ ધરતી પર હાહાકાર મચ્યો,
બચાવી લે નાથ આજ આ સૃષ્ટિને
કર હરેક ગુના માફ તારી સંતતિને,
શીખ લેશું કોરોના ના ફટકારથી
પ્રતિજ્ઞા છે દરેક માનવીની નવી સવારથી.
