STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

પંખીડુ

પંખીડુ

1 min
254

બસ આમ ને આમ સાવ અમસ્તુ મળવા આવ્યું,

મોજા પાછળ મોજું દોડ્યું, ખળખળ બોલી આવ્યું.


લેકની ગોદમાં સૂરજ નાચે, વહેણ વલોવી આવ્યું,

અંધારા ઉલેચતા ચાંદલિયાને એકાદુ ઝોકું આવ્યું.


મૂંઝારો ને મૌન વેરાણુ, ડાળે ડાળું જો જાગી આવ્યું,

ઉંચી ડોકે લંબાતી ચાંચે પંખીડું "મા" ભાળી આવ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન