પંખી
પંખી
1 min
387
પંખી બંધન તોડી ઊડી ગયું ઊંચા આકાશે,
ટેવ ન હતી મુક્ત વિહરવાની,
ખુલ્લા ગગન મહીં શ્વાસ રૂંધાય ગયો,
ટેવ ન હતી પાંખ ફેલાવવાની,
કોઈક પાછળ છૂટી ગયું ને કોઈ આગળ ગયું,
ટેવ હતી સૌની સાથે ચાલવાની,
એકલા ઊડવું ને, એકલા પડવું ના ગમે,
ટેવ છે કયાં સાથ છોડવાની,
ઊંચે ઊડીને પણ ગગને પહોંચી ન શકાય,
આખરે તો નીચે આવવાની.
