STORYMIRROR

Bindya Jani

Others

4  

Bindya Jani

Others

પનિહારી

પનિહારી

1 min
629

પેલી પનિહારી જાય કૂવાપાળ,

માથે બેડલું ને મલપતી ચાલ,


લાલ ચુંદડીમાં છે રૂડેરી ભાત,

કમખાની કસમાં ફૂમતાં ચાર,


પાયે રણઝણે ઘૂઘરી અપાર,

ને હાથે સોહે છે ચુડીઓ અપાર,


નવોઢા સમી દીસતી આ નાર,

તેનો પિયુ ગયો છે દરિયાપાર,


કૂવા કાંઠે ખુલે છે મનનાં દ્વાર,

પિયુની યાદે અશ્રુ વહે ચોધાર,


કોઈ તો સંદેશો આપો સાયબા ને,

ભરાયા બેડલાં વિરહના આજ.


Rate this content
Log in