STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પનિહારી

પનિહારી

1 min
215

જ્યારથી આ વહેતા નીરની મીઠી સરિતાઓ સુકાઈ ગઈ,
ત્યારથી ગામની શોભા આ પનિહારી ગાયબ થઈ ક્યાં ગઈ ?

સુના પનઘટ, સુના પાદર ને સુની ગોકુળ ગામ જેવી ગલીઓ
ગોપીઓની ગરિમાની એ અભિવ્યક્તિ ગાયબ થઈ ક્યાં ગઈ ?

ને બેડલાઓ નીર ભર્યાં રહેતા'તા અધર પધર મસ્તકે,
એ પનિહારીની અલ્લડ બલિહારી ગાયબ થઈ ક્યાં ગઈ ?

ભલે ને હોય ભવ્ય ભોરનો પ્રહર કે હોય સંધ્યા એ સલૂણી,
પનિહારી ની એ મસ્ત મસ્ત ખુમારી ગાયબ થઈ ક્યાં ગઈ ?

કમનીય લચકાતી કમર ને ધરતી ધ્રુજતી ધમ ધમ,
હતી જે ધરતીનો ધબકાર એ નારી ગાયબ થઈ ક્યાં ગઈ ?

"પરમ" પ્યાસ બુઝાવતી હતી એ પરિવારના કંઠનો સદા,
"પાગલ" સમર્પણનાં પર્યાયની પ્રભારી ગાયબ થઈ ક્યાં ગઈ ?


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Gordhanbhai Vegad (પરમ પાગલ)

ઠોકર

ઠોકર

1 min വായിക്കുക

કાગળ

કાગળ

1 min വായിക്കുക

ઓઢણી

ઓઢણી

1 min വായിക്കുക

સમય

સમય

1 min വായിക്കുക

આશા

આશા

1 min വായിക്കുക

રજનીગંધા

રજનીગંધા

1 min വായിക്കുക

રાધા

રાધા

1 min വായിക്കുക

જહેમત

જહેમત

1 min വായിക്കുക