પલળવાની મજા
પલળવાની મજા
હાથમાં હોય હાથ,
એમાં પ્રિયપાત્રનો હોય સાથ,
ઝરમર ઝરમર પડતો હોય વરસાદ,
એવાં મેહુલિયાના બુંદ ને સમજી પ્રસાદ,
ઉછળકૂદ કરતાં એક છાતે સમાતાં કરીએ નાદ,
પડતાં જ લલાટે જ્યાં વરસાદી બુંદ,
સ્પર્શ માત્રથી હરખાય અમારા મુખારવિંદ,
અનેરાં અહેસાસ થતાં જ ભિજાતાં જ્યાં અમો થાય આહલાદક તનબદને સ્પંદન,
હાથમાં છત્રી ને પ્રિયપાત્રનો હોય હાથમાં હાથ જ્યાં પલળવાની છે ઔર મજા,
મેહુલિયો વરસતાં વરસાદના રસ્તે વહેતી હેલી સાથે ઉછળકૂદ કરતાં મસ્તીભેર બની જઈએ એકમેકમાં રાજા,
તન-મન વન-ઉપવન મેહુલિયે ભિંજાતા જ્યાં અમો પ્રીતથી વગાડીએ નગારા વાજા,
એવાં અનેક નામે પોકારતા મેઘ, વર્ષ વૃષ્ટિ, મેહ, મી, નામ લેવાતાં નાદ સાથે કરી મસ્તી બનીએ રાજા,
પ્રિયપાત્રનો સુંવાળો સાથ અને વરસાદી મેહુલિયામાં પલળવાની માણવાની હોય અનેરી મજા.
