પ્લાસ્ટિકને મારો લાત
પ્લાસ્ટિકને મારો લાત
ઓ રામજીકાકા ઓ ગીતાકાકી
સાંભળજો ભઈલા મારી વાત...(૨)
પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના કરશો
પ્લાસ્ટિકને મારો ભઈલા લાત...(૨)
શાકભાજી લેવા જાવો ત્યારે
કાપડની લઈ જાજો થેલી...(૨)
પ્લાસ્ટિકનાં માંગતા નૈ ઝભલા
આ ટેવ પાડવી પડશે વેલી...(૨)
પ્લાસ્ટિક તો ફેલાવે છે પ્રદુષણ
સાંભળજો ભઈલા મારી વાત...(૨)
પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના કરશો
પ્લાસ્ટિકને મારો ભઈલા લાત...(૨)
પ્લાસ્ટિકના ઝભલાનો ભઈલા
ઉપયોગ ધીમે ધીમે તમે ટાળો...(૨)
પ્લાસ્ટિકની તો કરીએ હોળી
પ્લાસ્ટિકે વર્તાવ્યો છે કેર કાળો...(૨)
આવો સાથે મળીને લઈએ પ્રણ
પ્લાસ્ટિક હટાવા લડશુ દિન રાત...(૨)
પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના કરશો
પ્લાસ્ટિકને મારો ભઈલા લાત...(૨)