STORYMIRROR

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

પિતાજી

પિતાજી

1 min
186

વિશ્વે સુખનું નામ પિતાજી

જગમાં એક વિશ્રામ પિતાજી,


સંતાનોને છાયા કરવાં

તાપ સહે દઈ હામ પિતાજી,


સંઘર્ષોને વ્હોરીને ખુદ

કરતાં એ આયામ પિતાજી,


પકડી કર એ રાહ બતાવે

નિજને ના આરામ પિતાજી,


વસુદેવ બની કૃષ્ણ બચાવે

ગોકુળ સમ એ ગામ પિતાજી !


Rate this content
Log in